મરડાયેલી શીંગો અને સાગ જેવાં પાન ધરાવતી એક નયનરમ્ય વનસ્પતિ , ' મરોડફલી '



આપે ' મરોડફલી ' કે ' કટ સાગવાન ' નામની વનસ્પતિનું નામ કદી સાંભળ્યું છે ? જો આપનો જવાબ 'ના' હોય તો આજે આ વૃક્ષ વિષે જાણી લો .આ એવું વૃક્ષ છે જેનાં પાન સાગનાં પાનને મળતાં આવતાં હોવાથી તેનું નામ કટ સાગવાન પડ્યું હશે તેમ મનાય છે તેનું વાનસ્પતિક નામ છે Haplophragma adenophyllum છે અને તે Bignoniaceae (Jacaranda family) કુટુંબની વનસ્પતિ છે આ વૃક્ષ 15 થી 25 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે.તેનાં પાન 25 થી 50 સેમી. સુધીનાં હોય છે તેના ફૂલ કાઇજેલીયા [ બાલમ ખીરા ] જેવાં જ હોય છે પરતું માત્ર રંગ જૂદો પડે છે જે સફેદ હોય છે .આ ઝાડ પરંપરાગત ચિકિત્સામાં વપરાય છે , ખાસ કરીને બોડી મસાજ માટેના ઓઇલનું તે એક ઇનગ્રીડીયન્ટ છે .તેનું વતન આંદામાન અને આસામ [ ભારત ], બાંગ્લાદેશ અને મ્યાનમ્યાર છે આ એક હેન્ડસમ ટ્રી એટલેકે રૂપાળું વૃક્ષ છે કારણ કે તે બિગનોનીએસી નામના રૂપાળા કુટુંબની પ્રજાતિ છે .ગાંધીનગર ખાતેના વનૌષધી ઉદ્યાન ખાતેથી આ વૃક્ષની તસવીર લેવામાં આવી છે , હાલમાં આ વૃક્ષ પર તેના ફળ- શીગો લાગેલી છે .શીગો મરડાયેલી હોય છે જે તસવીરમાં જોઈ શકાય છે [ વન-વગડો ફીચર્સ , 2201221 , ક.યો.]