માછલીને લોટ ની ગોળી નાખવાની ફલાણું થાય અને પુણ્ય મળે ....???
------------------------
ખરેખર એવું થાય ...??
પેલા જેમ વાત કરી એમ આજકાલ જીવદયા એક ફેશન અને દેખાડો થઈ ગઇ છે..!!
હકીકત શી છે એ પણ જાણવું રહ્યું ....
--------------------------------------
માછલી એ મીઠા પાણીના નિવસન તંત્રનો ભાગ છે ...
જેના ભાગરૂપે માછલી નાના જંતુ અને શેવાળને ખાય છે ,આવી માછલી નો શિકાર પાણીમાં રહેતા પક્ષીઓ કરે છે. જે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે અને એક બીજા પર કાબૂ રાખે છે.
----------------------------------------------
જીવદયાના નામે લોટ અને મમરા નાખીને શું થાય છે ..?
----------------------------------------------
.હવે તમારા શહેર માં આવેલા કોઈ એક તળાવ મગજમાં લઈ ને વિચારો કે આ ગામ ના લોકો અહી માછલી ને ખોરાક આપવા માટે કશું પણ વિચાર્યા વગર આવે છે.ખાસ કરીને લોકો જે જળાશયમાં માછલીને લોટ અને મમરા નાખવા જતાં હોય એજ જળાશયનું પાણી પીવા માટે શહેર માં ઉપયોગ માં લેવાતું હોય છે .
લોટની ગોળી અને મમરા એ અકુદરતી ખોરાક છે .
માછલી આ ખાવા ટેવાય જાય ત્યારે તે જળાશયમાં ઊગતા શેવાળ અને બીજા જંતુનો ખોરાક તરીકે ઉપયોગ બંધ કરી દેસે .
પરિણામે સેવાળ અને બીજા જંતુ નો ઉપદ્રવ જળાશય માં વધશે. શેવાળ એ વનસ્પતિ હોય પાણી માનો ઓક્સિજન વાપરે છે . શેવાળ નું પ્રમાણ વધવાથી પાણી માં રહેલો ઑક્સીજન ઓછો થસે જેને લીધે માછલીઓ ને પાણીમાથી મળતો ઑક્સીજન (BOD બાયોલોજિકલ ઑક્સીજન ડિમાન્ડ ) પણ વધશે .
જેમ જેમ પાણી સુકાસે એમ એમ શેવાળ વધસે પાણી લીલું થતું જસે . માછળનો શિકાર કરતાં પાણી ના પક્ષી ને પણ ગાઠિયા ખાતા કરી દીધા છે જેથી માછલાનું પ્રમાણ પણ વધસે.
સમય જતાં ઓછા પાણી માં વધુ જીવો પાણી માના ઑક્સીજન ની માંગ વધસે જેના ભાગમાં હશે એ જીવસે અને જેને નહીં મળે એ મરસે અને સામૂહિક માછલા ના મોત અંગે ના સમાચારો છાપા આવસે અને આ લોટ ને મમરા ખવડાવનાર જ તંત્ર સામે લાલ આંખ કરવાના ઢોંગ કરસે .
-----------------------------------
શેવાળએ માછલાનો ખોરાક છે . કુદરત પોતાના સંતાનો નો ખ્યાલ રાખતી જ હોય છે માનવીને એમાં જીવદયા ના નામે ખલેલ કરવાનો અધિકાર નથી .
###############################
આજ કાલ જીવદયા ના નામે વન્યપ્રાણીઓને ખવડાવવાની ફેશન ચાલી છે.જેમાં પક્ષીઓ ને ગાંઠિયા અને સેવ અને વાંદરાઓ ને બટેટા ને બિસ્કિટ ખવડાવવામાં આવે છે.
----------------------------------------------
શા માટે આવું ના કરવું જોઈએ .....??
----------------------------------------------
વાંદરાઓ પોતાનો ખોરાક જંગલ માંથી જ મળી રહે છે એને તમારી જીવદયા ની કઈ જરૂર નથી.
વાંદરાઓ ફળ પર નભતા પ્રાણી છે.જેમના ખોરાક માં 70% જેવા ફળ અને બાકીમાં પાંદડા નો સમાવેશ થાય છે. Frugivore(ફળ પર નભતા પ્રાણીઓ ) આવા પ્રાણીઓ ખોરાક માં ફળ ખાઈ છે જેના બીજ અથવા ઠળિયા પણ ખાઈ જાય છે. આવા બીજ જ્યારે તેના આંતરડા માં જાય છે અને ચયાપચય ની ક્રિયામાંથી મળ વાટે બાર નીકળે છે ત્યારે આવા ના પચેલા બીજ અથવા ઠળિયા માં અંકુરિત થવાની શક્તિમાં ખૂબ જ વધારો થાય છે જેને પરિણામે વાંદરા ના મળના ફેલાવા સાથે જંગલ નો ફેલાવો પણ થાય છે. આવી જ રીતે પક્ષીઓ ની ચરક માં પણ એજ વસ્તુ થાય છે પક્ષીઓ ટેટા તેમજ અન્ય નાના ફળ ખાઈ ને બીજ નો ફેલાવો કરે છે .દરેક જંગલ માં રહેતા દરેક શાહકારીઓ આ રીતે બીજ ના ફેલાવામાં મદદ રૂપ થાય છે અને જંગલ બનાવી છે , આપણે ઘરે જે બીજ વાવી સકતા નથી તે કુદરતી રીતે ફેલાય છે અને કુદરતી રીતે જ વૃક્ષા રોપણ થાય છે .
------------------------------------------
પણ એને ગાઠિયા,બિસકુટ ને બટેટા ખવડાવીને તમે શું કરો છો ...??
--------------------------------------------
આવો ખોરાક આપીને તમે વન્યપ્રાણીઓ ના પાચન તંત્ર ને નુકસાન તો પોચાડો પણ સાથે સાથે ઉપર જેમ વાત કરી તેમ કુદરતી રીતે જેમ જંગલ આગળ વધે છે એ અટકાવવામાં તમારી જીવદયા ખૂબ જ મહત્વ નો ભાગ ભજવે છે .
-------------------------
શું કરી શકાય ...?
------------------------------
વન્યપ્રાણીઓ ના ખોરાકની ચિંતા જંગલ ખુદ પોતે કરતું હોય છે. ગાઠિયા,બિસકુટ ને બટેટા ખોરાક આપવાનું બંધ કરીએ, અને આ પ્રકાર નું દાન અને જીવદયા દેખાડવી જ હોય તો ગામ માં ચાલતા સમાજસેવી સંસ્થાઑ ,માં પણ બટેટા ને બિસકુટ આપી ને મદદ રૂપ થઈ શકાય.
જંગલ ના પ્રાણીઓને સર્કસ ન બનાવીએ